પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/20/2024 7:07:13 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૨/૦૯/૨૦૧૬ થી તા.૨૧/૯/૨૦૧૬ સુઘી

(૧)

                      તા.૧૩/૦૯/૨૦૧૬ રાધે હાઇસ્કુલની સામે આ કામના તહોદારો પૈકી મહેન્દ્રસિહ ફતુભા રાઠોડે પોતાના ખેતરમાં લીમડાના ઝાડ નીચે ખુ્લ્લી જાહેર જગ્યામાં માણસો ભેગા કરી ગંજી પાના તથા પૈસાથી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રૂપિયા ૨૪,૫૭૦/- તથા મોબાઇલ નંગ- ૧ કિમત રૂપિયા ૧૦૦૦/- તથા મોટર સાઇકલ તથા સ્કુટી નંગ.પ કિમત રૂપિયા ૨,૧૫,૦૦૦/- તથા પાથરણુ તથા ગંજીપાના ૫૨ એમ કુલ મળી રૂપિયા ૨,૪૦,૫૭૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સેકન્ડ ગુ.ર.નં- ૩૧૧૯/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૨)

                      તા.૧૪/૦૯/૨૦૧૬ ખોડા બોર્ડર ચેક પોસ્ટ આ કામના આરોપી ટ્રેલર નં.એમ.એચ.-૦૮–જી-૧૮૩૭નીના ચાલકે તેના કબ્જાના ટ્રેલરમાં ગે.કા અને વગર પાસપરમીટના પરપ્રાંતિય દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ.૪૮૩૬ કિ.રૂ.૧૩,૫૪,૮૦૦/- ની ભરી રાજસ્થાનમાંથી ગુજરાતમાં હેરાફેરી કરી પોલીસ ચેકપોસ્‍ટ ઉપર ટ્રેલર કી.રૂ.૭,૦૦,૦૦૦/- ની સાથે કુલ રૂ.ર૦,૫૫,ર૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૧૯૬/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૩)

                      તા.૧૭/૦૯/૨૦૧૬ અમીરગઢ બોર્ડર પોલીસ ચેક પોસ્ટ આ કામના ટ્રકના ચાલક સુનીલકુમાર S/O આઝાદસિંગ જાટ શીખ રહે.મોઇ મોજરી તા.ગન્નોર જી.સોનીપત (હરીયાણા) વાળાએ પોતાના કબ્‍જા હેઠળની ટાટા કંપનીની ટ્રક નં.RJ-11-GA-3480 કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- ની માં ગે.કા અને વગર પાસ પરમિટનો પરપ્રાંતિય વિદેશી દારૂની પેટીઓ નંગ-૮૦૩ કુલ બોટલ નંગ-૯૬૩૬ કિ.રૂ.૪૫,૫૨,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- તથા ગુરૂ નાનક ટ્રાન્સપોર્ટ કંપની સ્ટેટ બેંક પાસે પટીયાલા મુખ્ય કાર્યાલય દુસરી મંજીલ ગોવિન્દગઢમંડીની બીલ્‍ટી તથા નવયુગ નામધારી એન્ટરપ્રાઇઝ મેન્યુફેકચરર્સ & એક્ષપોર્ટસ ઓફ લેમીનેટેડ ટાયર & બાઇસીકલ ડી-૧૧૪ ફેસ-૫ ફોકલ પોઇન્ટ લુધિયાણાનું બીલ કિ.રૂ.૦૦/૦૦ તથા ટ્રકના સાધનિક કાગળોની ઝેરોક્ષ નકલ  કી.રૂ.૦૦/૦૦ તથા તાડપત્રી,રસ્‍સી કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૧,૦૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૫૭,૫૪,૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૨૭૯/૧૬ પ્રો.ક.૬૬બી૬૫એઇ૧૧૬(૨),૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.