પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

4/19/2024 3:14:07 AM

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૨/૦૫/૧૫ થી તા.૧૮/૦૫/૧૫ સુઘી)

                                                 (૧)

           તા.૧૪/૫/૧૫ ના ગોલા ગામની આ કામના આરોપી બલરામ સુખરામ વિશ્નોઇ રહે. ખારી તા. ગુડામાલાણી જી.બાડમેર(રાજ) વાળાએ પોતાની મહિન્દ્રા કંપનીની XUV ગાડી નં GJ-2-BD-7675 માં વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલોનો જથ્‍થો કુલ નંગ ૨૩૬ કિ.રૂ. ૯૮,૮૦૦/- નો વેચાણ અર્થે રાખી લઇ જતાં પરપ્રાંતીય વિદેશી દારૂ કિ.રૂ. ૯૮,૮૦૦/- તથા ગાડીની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કસ્.રૂ. ૫,૯૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં મળી આવી પકડાઇ જઇ ઘાનેરા પ્રોહી.ગુ.ર.નં.૫૧૦૬/૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                 (૨)

           તા.૧૪/૫/૧૫ ના કાણોદર હાઇવે આ કામના તહોમતદારોએ એકબીજાના મીળાપીપણાથી તેમના કબજા ભોગવટાની એસન્ટ ગાડી નંબર G.J.-1-HB-2904 માં વગર પાસપરમીટે ગે.કા.નો જુદા જુદા માર્કાનીપરપ્રાંતિય ઇગ્લીશદારૂની પેટીઓ નંગ-૧૧ જેમાં બોટલો નંગ-૪૨૦ કિં.રૂ. ૩૯,૬૦૦ /-નો રાખી હેરાફેરી કરતાં તેમજ ઇન્ટેક્ષ કંપનીનો મોબાઇલ-૧ કિમત રૂપીયા ૫૦૦/- તથા એસન્ટ ગાડી નંબર G.J.-1-HB-2904 કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૨,૪૦,૧૦૦/- ના મુદૃામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૯૫/૨૦૧૫ પ્રોહી ૬૬બી,૬૫ એઇ,૧૧૬(ર), ૯૯, ૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                               (૩)

           તા.૧૫/૫/૧૫ ના ડાલવાડા ગામે આ કામના તહોદારે પોતાના કબ્જા ભોગવટાના ઢોર તથા ઘાસચારો રાખવાના વાડામાં ગે.કા અને વગરપાસ પરમીટનો પરપ્રાંતીય વીદેશી દારૂની તથા બીયરની નાની મોટી બોટલ નંગ-૩૭૩ કી.રૂ. ૬૪,૩૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જઇ છાપી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં ૫૧૧૧/૧૫ પ્રોહી કલમ.૬૬બી, ૬૫એ.ઇ, ૧૧૬(બી)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.