પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

મહીલા સમિતિ

7/1/2025 9:28:07 AM

મહીલા સમિતિ 

આ મહિલા સમિતિની રચના માટે ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક:મહસ/ર૯૯૪/પ૮૬/ડ તા.૧/૧/૯૪ થી નક્કી કરવામાં આવેલ છે.

આ સમિતિ સમાજમાં મહિલાઓની મહત્વની ભૂમિકા અદા કરવા સારૂ તેમજ મહિલા અત્યાચાર નિવારવામાં સ્વૈચ્છિક મહિલા કાર્યકરોના અનુભવનો લાભ મેળવી શકાય અને પોલીસની તપાસમાં વિશ્વસનીયતા વધે તથા મહિલા સ્ત્રી વિરોધી ગુનાઓમાં સંડોવાયેલાં તત્ત્વોને ખુલ્લા પાડી તેમને સજા થાય તે હેતુથી તથા અટકાયતી તથા નિવારણ પગલાંઓની વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય તે હેતુથી સરકારે દરેક જિલ્લા મથકે જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની રચના કરેલ છે. આ સમિતિમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

અઘ્યક્ષશ્રી

જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી

સભ્યશ્રી

નાયબ પોલીસ અધીક્ષકશ્રી મુખ્ય મથક

સભ્ય સચિવશ્રી

જિલ્લા સમાજ અધિકારીશ્રી

સભ્યશ્રી

નિવાસી નાયબ કલેકટરશ્રી

સભ્યશ્રી

જિલ્લામાંથી ચૂંટાયેલ તમામ મહિલા સભ્યશ્રીઓ

જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ લોકસભાના મહિલા સભ્યશ્રીઓ

જિલ્લામાં રહેતા તમામ રાજયસભાના મહિલા સભ્યશ્રીઓ

 


આ સમિતિમાં ઓછામાં ઓછા ૧0 અને વધુમાં વધુ ૧પ મહિલા સભ્‍યો. જે પૈકી જિલ્લાના તમામ તાલુકા દીક એક મહિલા સભ્ય હોવી જોઈએ અને વધુમાં વધુ એક અનુસૂચિત જાતિ, એક અનુસૂચિત જનજાતિ અને એક અન્ય પછાત વર્ગ તથા એક લઘુમતી કોમની મહિલા હોવી જોઈએ.

આ સભ્‍યોની નિમણુંક સરકારશ્રીની અનુમતિ મેળવીને સંબંધકર્તા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ કરવાની રહે છે. આ બાબતે સંબંધિત જિલ્લા પોલીસ વડા સાથે પરામર્શમાં રહીને સરકારશ્રીને દરખાસ્ત કરવાની રહે છે.

નૉંધ:-

(૧) સમિતિના બિન સરકારી સભ્‍યો વર્ગ-૧ કક્ષાના દરજજાના ગણાશે તથા તેઓને પ્રવાસભથ્થું/મુસાફરી ભથ્થું/દૈનિક ભથ્થું નિયમ મુજબ મળવાપાત્ર થાય છે.

(ર) સમિતિની બેઠક દર ત્રણ માસે નિયમિત બોલવવાની હોય છે. આ માટેની કાર્યવાહી સભ્ય સચિવશ્રીએ કરવાની રહેશે.

(3) સમિતિના સભ્‍યો પૈકી જે સભ્ય સતત દર બેઠકમાં ખબર આપ્યા સિવાય ગેરહાજર રહેશે તેનું સભ્યપદ આપો આપ રદ થાય છે.

(૪) આ સમિતિના મુદ્દા તેની રચના હુકમથી દર વર્ષની અથવા સરકારશ્રીના નવા હુકમ થતા સુધી રહેશે. આ ઠરાવની જોગવાઈ મુજબ શહેર અને જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની પુન:રચના કરવામાં આવે છે.

(પ) આ સમિતિની મહિલા ઉત્થાન તથા અન્ય ક્ષેત્રમાં પ્રદાન વગેરે સહિતની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપવાની રહેશે.

આ સમિતિની થયેલ ચર્ચાની ટૂંકનોંધ બહાર પાડી અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ સમિતિની નોંધ ગૃહ વિભાગ, તથા ઉપાઘ્યાક્ષકશ્રી રાજય, મહિલા સુરક્ષા સમિતિ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને મોકલી આપવાની રહે છે.

બિન સરકારી મહિલા સભ્‍યોમાં જિલ્લાના અગ્રણીય મહિલા સંસ્થાઓના મહિલા પ્રમુખ / મંત્રીશ્રીઓના પણ સમાવેશ કરી તેઓશ્રીના અનુભવનો લાભ મળી શકે છે.