બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૧/૦૧/૧૬ થી તા.૧૦/૦૧/૧૬ સુઘી)
(૧)
તા.૭/૧/૨૦૧૫ ના ભાભર નવા આ કામના તહોદાર જુસબખાન સુલેમાનભાઇ મીર રહે ભાભર નવા તા ભાભર વાળાએ પોતાના ફાયદા સારૂ બહારથી માણસો પોતાના ઘરે બોલાવી પોતાના બંધ મકાનમાં ગંજીપાના પૈસાથી હાર જીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રકમ રૂપિયા ૨૨,૧૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સે.ગુ.ર.નં.૩૦૦૩/૧૬ જુગાર ધારા ક.૪,૫ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૬/૧/૨૦૧૫ ના સીધોતરા ગામ પાસે આ કામના આરોપી જગપાલસીંહ ગોપાલસીંહ બડવા (રાવ) રહે. મોરવન તા. ડુગલા જી. ચિતોડગઢ (રાજસ્થાન) વાળાએ તેના કબજાના ટ્રેલર નં RJ 05 GA 1935 માં ગે.કા અને વગરપાસ પરમીટનો પરપ્રાંતિય દારૂ/બીયરટીન નંગ- ૧૮૩૭૨ કિ રૂ ૨૦,૮૯,૨૦૦ તથા ટ્રેલરની કિ રૂ ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૩૫૦૦/- એમ કુલ રૂ.૩૫,૯૩,૨૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૦૦૨/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૮/૧/૨૦૧૫ ના ધાનેરા રેલ નદીના પુલ પાસે આ કામના ગ્રે કલરની હોન્ડા સીટી ગાડી નં.GJ-6-CB-4224 ના ચાલક મનોહર અચળારામ વિશ્નોઇ રહે. ડીગામ તા. રાણીવાડા જી.જાલોર વાળો તથા શંકર રત્નારામ રબારી રહે. દાતવાડા તા. રાણીવાડા જી. જાલોર વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાની કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી તથા છુટી બોટલો નંગ.૩૩૩ કિ.રૂ. ૧૨૮૫૦૦/- તથા ગ્રે કલરની હોન્ડા સીટી ગાડી નં. GJ-6-CB-4224 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ.૪,૨૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી. ગુ.ર.નં.૫૦૦૩/૨૦૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.