હું શોધું છું

હોમ  |

એકતા સમિતિ
Rating :  Star Star Star Star Star   

જિલ્લામાં એકતા સમિતિ

રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાઈળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદીલીને નિવારમાં ઉપયોગી થાય તે સારું ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ (વિશેષ) ની યાદી ક્રમાંક:વી-ર/કમપ/૧૦૯૧/પ૪૬૮, તા.૯/૯/૧૯૯ર આધારે રાજયના દરેક જીલ્લાઓમાં કાયમી રીતે જીલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવે છે.

(૧)    જિલ્લામાં એકતા સમિતિનું કાર્યક્ષેત્ર :-

રાષ્ટ્રિય એકતા સમિતિએ સુચવ્યા મુજબ આવી સમિતિ કોમી સદભાવ બનાવી રાખવા માટે સતત કાર્યશીલ રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારમાં રહીને આ સમિતિ કોમી તંગદીલી નિવારવા માટેના પ્રયાસો કરશે અને તે સારું જિલ્લા સત્તાવાળાઓની મદદમાં રહી વિવિધ કોમો/જુથ વચ્ચે સદભાવ જાળવવાની કામગીરી કરશે. તદઉપરાંત વિવિધ કોમોના ધામિર્ક તહેવાર શાન્તિપુર્ણ રીતે ઉજવાય તે સારું વિવિધ કોમોના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી આવી ઉજવણી માટે જીલ્લા સત્તાવાળાઓને મદદરૂપ બનશે.

(ર)    રચના :-

જિલ્લા એકતા સમિતિની રચના / માળખું :-

જિલ્લા એકતા સમિતિમાં સરકારી તથા બિનસરકારી સભ્યો નીચે મુજબ રહેશે.

સરકારી સભ્યો :-

(૧)

જીલ્લા મેંજીસ્ટેટશ્રી

અઘ્યક્ષ

(ર)

પોલીસ અધિક્ષકશ્રી

સભ્ય

(3)

જીલ્લા વિકાસ અધિકારી

સભ્ય

(૪)

જીલ્લા શિક્ષણ અધિકારી

સભ્ય

(પ)

નાયબ પોલીસ અધિક્ષકશ્રી (હેડ કવા.)

સભ્ય સચીવ

બિન સરકારી સભ્યો :-

(૧)

જીલ્લા સંસદ સભ્ય

સભ્ય

(ર)

જીલ્લાના ધારાસભ્યો

સભ્ય

(૩)

જીલ્લા પંચાયતના પ્રમુખ

સભ્ય

(૪)

વિવિધ કોમ / વર્ગ સંસ્થાનું પ્રતિનિધિત્વ

સભ્ય

(પ)

ધરાવતા જીલ્લાના અગ્રગણ્ય નાગરીકો

સભ્ય

જિલ્લા એકતા સમિતિની કુલ સભ્ય સંખ્યા ૪૦ ની રહેશે. પરંતુ જરૂર જણાય તો જીલ્લા મેંજીસ્ટ્રેટશ્રી આ સંખ્યા પ૦ સુધી વધારી શકશે.

શહેર એકતા સમિતિ :-

(૧) જિલ્લા મથકોમાં નીચે મુજબના સરકારી તથા બિનસરકારી સભ્યોની બનેલ શહેર એકતા સમિતિની રચના કરવામાં આવશે.

સરકારી સભ્યો :-

(૧)

જીલ્લા મેંજીસ્ટેટશ્રી

અઘ્યક્ષ

(ર)

પોલીસ અધિક્ષકશ્રી

સભ્ય

(૩)

એકઝીકયુટીવ મેંજીસ્ટ્રેટશ્રી

સભ્ય સચિવ

બિન સરકારી સભ્યો :-

(૧)

સ્થાનિક સંસદસભ્ય

સભ્ય

(ર)

સ્થાનિક ધારાસભ્ય

સભ્ય

(૩)

નગરપાલીકાના પ્રમુખ

સભ્ય

(૪)

 તાલુકા પંચાયતના પ્રમુખ

સભ્ય

(પ)

શહેરના અગ્રગણ્ય નાગરીકો સામાજીક કાર્યકરો,

 

 

રાજકીય અગ્રણીઓ વિવિધ કોમોના પ્રતિનિધઓ

સભ્ય

શહેર એકતા સમતીની કુલ સભ્ય સંખ્યા -રપ સભ્યોની રહેશે.

(ર) જિલ્લા મથક સિવાયના શહેર/ નગર માટે નીચે મુજબના સરકારી તથા બિનસરકારી સભ્યોની બનેલ શહેર/ નગર એકતા સમિતિની રચના કરવામાં આવશે.

 

સરકારી સભ્યો

(૧)

સબડીવીજનલ મેંજીસ્ટ્રેટ

સભ્ય

(ર)

વિભાગીય પોલીસ અધિકારી

સભ્ય

(3)

એકઝીકયુટી મેંજીસ્ટ્રેટ

સભ્યસચીવ

બિન સરકારી સભ્યો :-

(૧)

સ્થાનિક સંસદ સભ્ય ( જો હોય તો )

સભ્ય

(ર)

સ્થાનિક ધારાસભ્ય

સભ્ય

(૩)

નગરપાલીકાના પ્રમુખ

સભ્ય

(૪)

તાલુકા પંચાયતના પ્રમુખ

સભ્ય

(પ)

શહેર/નગરના અગ્રગણ્ય નાગરીકો,

સભ્ય

(૬)

સમાજીક કાર્યકરો, રાજકીય અગ્રણીઓ

સભ્ય

વિવિધ કોમોના પ્રતિનિધીઓ.

 

શહેર/નગર સમિતિની કુલ સભ્ય સંખ્યા ર૦ સભ્યોની રહેશે. 

(3)    સમિતિની મુદત :-

સમિતિના બિન સરકારી સભ્યોની મુદત સમિતિની રચના થયેથી ર વર્ષ અથવા નવી સમિતિની રચના ન કરવામાં આવે તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહશે.

(૪)    સમિતિની વહીવટી કામગીરી :-

જિલ્લા એકતા સમિતિના સંદર્ભમાં સમિતિની વહીવટી કામગીરી જીલ્લા મેંજીસ્ટ્રેટશ્રીની કચેરી દ્ધારા કરવામાં આવશે.

(પ) જિલ્લા એકતા સમિતિની બેઠક જીલ્લા તથા શહેર સમિતિની બેઠક નિયમીત રીતે દર ત્રણ મહીને મળશે અને સમિતિને સોંપવામાં આવેલ કામગીરી બજાવે તે જોવાની જવાબદારી સંબંધિત સમિતિના અઘ્યક્ષની રહેશે.

(૬) સમિતિના બિન સરકારી સભ્યોની નિમણુંક માટે લોકસભાના સભ્યો / વિધાનસભાના સભ્યો, નગરપાલીકાના પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય સામાજીક કાર્યકરો , સ્ત્રિકાર્યકરો બંન્ને કોમોમાં સારી વગ ધરાવતી વ્યકિતઓ વિગેરેના ગામો સાથેની દરખાસ્ત આ સાથેના સામેલ પત્રક મુજબની માહીતી આ સાથે જીલ્લા એકતા સમિતિઓ / શહેર નગર એકતા સમિતિ ઓના કિસ્સામાં જીલ્લા મેંજીસ્ટ્રેટ દ્ધારા નવી દરખાસ્ત સરકારશ્રીની અનુમતી અર્થે મોકલી આપવાની રહેશે. સરકારશ્રીની અનુમતી મળ્યા બાદ સમિતિની રચના અને પુનરચના અંગે જરૂરી હુકમો કરી જીલ્લા મેંજીસ્ટ્રેટશ્રીએ તે અંગેની જાણ સરકારશ્રીમાં કરવાની રહેશે. તદઉપરાંત આ સમિતિની બેઠકની કાર્ય નોધ પણ સરકારશ્રીને કરવાની રહેશે.

(૭) સમિતિના સભ્યોને જિલ્લા મેજીસ્ટેટશ્રી ઘ્વારા બેજીઝ આપવામાં આવે છે.

(૮) આ સમિતિના સભ્યો મહોલ્લાના સમિતિના સંપર્કમાં રહી સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ રહેશે.

........................................ ની એકતા સમિતિના બિન સરકારી સભ્યોની વિગત દર્શાવતું પત્રક:-

અ. નં.

સભ્યનું નામ

વ્યવસાય

ઉંમર/ વર્ષ

શૈક્ષણિક લાયકાત

રાજકીય પક્ષ સાથે સંકળાયેલ છે.? કયાં.

દારૂ કે કેફી ચીજોનું સેવન કરે છે? આવી કોઈ પરમીટ ધરાવે છે.

કોઈ પોલીસ ગુના માં સંડોવાયેલ છે? આવી કોઈ કાર્ય વાહી ચાલુ છે સજા કે દંડ થયેલ છે.

નાગરિક હક સંરક્ષણ ધારા હેઠળ સજા / દંડ થયેલ છે ? આવી કોઈ કાર્યવાહી ચાલુ છે.

વિશેષ નોંધ

૧૦

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 11-02-2013