|
પોલીસ સલાહકાર સમિતિ :-
સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પી.એ.સી/૧૦૮૧/એમ.એચ/૪૦/મ તા.૩/૮/૯૦ના ઠરાવથી પોલીસ સલાહકાર સમિતિનુ બંધારણ નક્કી કરવામાં આવેલ છે.
જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં નીચે મુજબના સભ્યોની નિમણુંક ગૃહ ખાતા દ્વારા કરવામાં આવે છે.
(૧)
|
કલેક્ટરશ્રી તથા મેજિસ્ટ્રેટશ્રી
|
પ્રમુખ
|
(ર)
|
જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી
|
ઉપપ્રમુખ
|
(૩)
|
જિલ્લા ગ્રામ રક્ષક દળના મહિલા અધિકારી જો જિલ્લામાં
રહેતા હોય તો, નહિતર જિલ્લાનાં ગ્રામ રક્ષક દળની
પ્રવૃત્તિ કરતા સરકાર નીમે તેવા મહિલા સભ્ય
|
સભ્ય
|
(૪)
|
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કોર્પોના
વિભાગીય નિયામક
|
સભ્ય
|
(પ થી
૧ર)
|
પત્રકારિત્વ, વાહન વ્યવહાર સુધરાઈ, ગૃહ રક્ષક દળ,
ગ્રામ રક્ષક દળની પ્રવૃત્તિ માં રસ ધરાવતી પાંચ બિન
સરકારી વ્યક્તિનો, બે મહિલા સામાજિક કાર્યકરો
તથા ગ્રા.સુ.સના એક સભ્ય
|
સભ્ય
|
(૧૩)
|
ના.પો.અધી.(મુ.મ)
|
સચિવ
|
કામગીરી :-
આ સમિતિ ગુના, ટ્રાફિક, અસ્પૃસ્યતાના ગુના અને જાહેર જનતાનો સહકાર વગેરે પોલીસને ઉપયોગી થઈ પડે તેવા મુદ્દાઓ પરત્વે તેમ જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા કરશે અને તે અંગે પોલીસ ખાતાને સલાહ આપશે.આ સમિતિની બેઠક ઓછામાં ઓછી ત્રણ માસમાં એક વાર મળશે જ અને જરૂર જણાય તો વધુ વખત પણ મળી શકશે. જો આ સમિતિની મુદ્દત પૂરી થઈ ગયેલ હોય તો ફક્ત સરકારી સભ્યોની પણ બેઠક ત્રણ માસે એક વાર અચૂક બોલાવવી આ બેઠકની કાર્યનોંધ સરકારની જાણ સારુ અચૂક મોકલવાની હોય છે.
બિનસરકારી સભ્યો તેમનો હોદ્દો બે વર્ષ સુધી અથવા નવી સમિતિની રચના થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધી ધારણ કરશે.
બિનસરકારી સભ્યોને નિયમ મુજબ દૈનિક ભથ્થું ચૂકવવાનું રહેશે
આ સમિતિના સભ્યો સમાજના નબળા વર્ગો અને લઘુમતી કોમને પોલીસ પોતાના હોદ્દાનો દુરુઉપયોગ કરીને વ્યવહાર ન કરે કે શોષણ ન કરે તેવી હોવી જોઈએ.
સભ્યને બોમ્બે પ્રોહિ એક્ટ ૧૯પ૯ અને પ્રોટેકશન ઓફ સિવિલ રાઈટ એક્ટ ૧૯પપ ના અમલમાં વિશ્વાસ હોવો જોઈએ.
|
|