|
પ્રસ્તાવના |
 |
ભૌગોલિક રીતે બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તરે ર૩.૩૩થી ર૪.રપ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩થી ૭૩.૦ર પૂર્વ રેખાંશ ઉપર રાજસ્થાન રાજયને અડીને આવેલ છે. જિલ્લાને રાજસ્થાનની સરહદ ર૩૭ કિ.મી.ની છે અને પશ્ચિમ છેડે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ૮પ કિ.મી. લાગે છે. બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ગુજરાત રાજયના અન્ય જિલ્લાઓ કરતાં જુદી જ છે. પૂર્વ વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે, જેમાં ભારતભરમાં પ્રખ્યાત એકાવન શકિતપીઠોમાં મુખ્યવ એવું શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર આવેલું છે. જેમાં દરવર્ષે ભાદરવા સુદ પુનમનો મહામેળો ભરાય છે. જે મહામેળામાં યાત્રિકો પગપળા તેમજ સંધો ધ્વારરા આશરે રપ થી ૩૦ લાખ ભક્તો માં ના દર્શનાર્થે આવે છે.
|
|
મધ્યનો ભાગ ફળદ્રુપ જમીનનો છે, જયારે પશ્ચિમનો ભાગ રણવિસ્તાર છે. રણમાં નડાબેટ નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જેનું પણ ઐતાહાસિક મહત્ત્વ છે. પાલનપુર તાલુકાના બાલારામ ખાતે એક પવિત્ર યાત્રાધામ આવેલું છે, જે બાલારામ મહાદેવ તરીકે ઓળખાય છે. ગમે તેવા દુષ્કાળમાં પણ ઝરણાનો સ્ત્રોત મંદિરમાં થઇને વહેતો રહે છે, વડગામ તાલુકાના મુકતેશ્વર ગામે મુકતેશ્વર મહાદેવનું ઐતિહાસીક મંદિર આવેલુ છે. જયાં પાંડવોએ વનવાસ દરમ્યાવન રોકાયા હોવાનું મનાય છે. જયાં પાંડવ ગુફા હાલમાં મોજુદ છે. બનાસ નદી જિલ્લાના મધ્યમાંથી પસાર થતી હોવાથી આ જિલ્લાને બનાસકાંઠા જિલ્લો કહેવામાં આવે છે, જેનું મુખ્ય મથક પાલનપુર છે.
|
|
બનાસકાંઠા જિલ્લાની સરહદો જોતાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ જિલ્લાનું ઘણું મહત્ત્વ છે. ગુજરાત રાજ્યનો આ સરહદી જિલ્લો હોઇ તેના પ્રશ્નો લશ્કરી દ્રષ્ટિએ મહત્ત્વના અને તાકીદના બની રહે છે.બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર ૧૯પ૭ ચો.કિ.મી.છે. જિલ્લાની વધુમાં વધુ લંબાઇ ર૦૦ કિ.મી.અને પહોળાઇ ૧રર કી.મી.છે. આ જિલ્લો ૧ર તાલુકાનો બનેલો છે.
|
|
બનાસ અને સીપુ એ જિલ્લાની મોટામાં મોટી નદીઓ છે. આ બન્ને નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવેલા છે. તે સિવાય સિપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પૂજનીય છે, તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરિયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરે છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મોકેશ્વર ડેમ બાંધવામાં આવ્યા છે. બનાસ અને સિપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઇ સિપુ નદી બનાસ નદીમાં સમાઇ જાય છે.
|
|
|