હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૨૭/૦૧/૧૪ થી ૩૧/૦૧/૧૪ સુઘી )

(૧)

          તા.૨૮/૧/૨૦૧૪ ના ડુવા ગામની સીમમાં થાણાથી આ કામના તહોદારે પોતાના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં કબજામાં બાથરૂમમાં ગે.કા. નો વગર પાસપરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂ રોયલ સીક્રેટ વ્હીસ્કી, ઓફીસર ચોઇસ વ્હીસ્કી, ઇમ્પેકટ થ્રીએકસ રમ, ફાઇન દરબારી રોર વ્હીસ્કી એમ કુલ વિદેશી પરપ્રાંતીય દારૂ ની શીશીઓ નંગ.૪૬૩ એક શીશી ની કીંમત રૂ.૧૦૦/- લેખે કુલ રૂ.૪૬૩૦૦/-પકડી પાડી થરાદ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૨૩/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

પોલીસ ઇન્‍સ.શ્રી જી.આર.રબારી ઘાનેરા પોલીસ સ્‍ટેશનનાઓએ સરાલ વીડ પ્રાથમિક શાળાના દસ બાળકોને પોલીસ અને પત્રકારોએ દત્તક

 

 

 

                      ધાનેરા તાલુકાની સરાલ વીડ પ્રાથમિક શાળામાં ધાનેરા પોલીસના સુરક્ષા સેતુ અંતર્ગત બાળકોને સાંસ્કૃતિક પ્રોગ્રામો તથા આદિવાસી બાળકોમાં જરૃરિયાતમંદ દસ બાળકોને પોલીસ અને પત્રકારોએ દત્તક લેતાં ભાવ વિભોર દ્રશ્ય સર્જાયું હતું.વીડ એટલે જંગલ, ૧૯૪૭ થી આઝાદ થયા બાદ આ જંગલમાં ૧૯૫૦માં ૨૮ કુટુંબો આદિવાસીઓને સરકારી જમીન આપી હતી. જે આજે ૨૦૦૦ની વસ્તી ધરાવતું ગામ થયેલ છે. તમામ આદિવાસી સમાજ છે. ક્યાંક દરબાર, પટેલ, ઠાકોર બે-ચાર ઘર છે. જાગૃતિ લાવવા દાતાઓએ રાજકીય નેતાઓએ પ્રયત્નો કરતાં આજે ૧૦૦૦ લિટર દૂધ મહિલા મંડળ દ્વારા એકત્રિત કરાવી બનાસ ડેરી સાથે સાંકળવામાં પરથીભાઈ ભટોળે મહત્વનો ભાગ ભજવતાં રોજીરોટી કમાતા થયેલ છે.બનાસકાંઠા જીલ્લામાં ફકત શબરીમાતાનું મંદિર, વાલ્મિકી ઋષિનું મંદિર છે. સાથે-સાથે આશાપુરા માતા તથા મહાદેવનું મંદિર છે. ગામ એક સંપીલુ છે. ૩૫૦ બાળકો અભ્યાસ કરે છે. ધાનેરા પી.આઈ. જી.આર.રબારી કોઈ તપાસ અર્થે આ ગામમાં આવતાં પ્રજાની મુશ્કેલી જોતાં તથા વિદ્યાર્થીઓ માટે ધાનેરા જતી બસ બંધ થયેલ. જેની રજૂઆત થતાં તથા પાસવાળા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની પરેશાની જોઈ ડેપો મેનેજર જોડે ધાનેરાના કાર્યકર ચંદ્રકાન્ત ઠક્કરને સાથે રાખી બસ ચાલુ કરાવી હતી.ત્યારબાદ પી.આઈ. ને આ ગામ માટે તથા વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છુટવાની ભાવનાથી પત્રકારો સાથે મીટીંગ ગોઠવી સુરક્ષાસેતું પોલીસખાતાની યોજના અંતર્ગત સરાલ વીડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી બાળકોને પ્રોત્સાહિક કરી ગ્રામજનો સાથે પી.આઈ. પણ ખુલ્લા દિલે , પોલીસ પ્રજાનો સારો મિત્ર છે તે સાર્થક કરી ગ્રામજનોને દારૃ છોડવા, વ્યસન તજવા જણાવતાં કેટલાક લોકોએ વ્યસન છોડવા સંકલ્પ કર્યો હતો. તથા આ સ્કૂલમાં ભણતાં ૧૦ બાળકો કે જેમાં ગીતાબહેનને સાત બહેનો છે. તેને એક પણ ભાઈ ન હોઈ તેને રડતી જોઈ પી.આઈ.એ તેને દત્તક લઈ તેમના દિકરાની બહેન બનાવી લીધી અને તેના અભ્યાસનો તમામ ખર્ચ નિભાવવાની  જાહેરાત કરી તેના આંસુ રોક્યા હતા. તેના પિતા પણ રડી પડયા હતા. આ પ્રસંગ જોઈ અન્ય પાંચ વિદ્યાર્થીઓ કે જેમના પિતા હયાત નથી પરિસ્થિતિ કઠીન છે. તથા બાકીના ચાર મળી કુલ ૧૦ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટાફ તથા પત્રકારોએ દત્તક લઈ તેમના અભ્યાસની તમામ જવાબદારી સ્વીકારી હતી. આદિવાસી સમાજમાં પ્રથમવાર પોલીસે આવુ સરાહનીય પગલું ભરતાં ગ્રામજનો તથા બાળકો ભાવવિભોર બન્યા હતા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 04-02-2014