હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પ્રેસ નોટ

                   તા.૨૬/૬/૨૦૧૪ ના રોજ શ્રી બીનીતકુમાર પોપટલાલ પટેલ રહે.બી-૨૮ પુરષોત્તમ નગર, અલથાણાબાગની બાજુમા,સુરતવાળાએ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ આવીને લેખીત અરજી આપીને જણાવેલ કે,પોતાની આર.કાન્‍તીલાલ ફાઇનાન્‍સ એન્‍ડ કુરીયર સર્વિસ નામની આંગડીયા પેઢી મહિધરપુરા, સુરત ખાતે આવેલ છે. જેની બ્રાન્‍ચ ઓફીસ જલગાંવ(મહારાષ્‍ટ્ર) ખાતે આવેલ છે. જે બ્રાન્‍ચમાથી તા.૧૧/૬/૨૦૧૪ નારોજ રૂ.૯,૫૦,૦૦૦/-ની કેશ લઇ ડ્રાયવર સુરત જવા નિકળેલ તેને રસ્‍તામા ચીકપાડા રેલ્‍વેફાટકના નજીક ગાડી રોકી પોલીસ છીએ ચેકીંગ કરવાનુ છે. તેમ કહી ગાડીમાં ચડી જ ત્રણેક કિલોમીટર આગળ જતાં આંગડીયા પેઢીવાળાને માર મારી ઉતારી દઇ ગાડી તથા રોકડ રૂ.૯,૫૦,૦૦૦/- ની કોઇ ઇસમો લુંટ કરી ભાગી ગયેલ છે. જે બનાવના બાબતે પોતાના ભાગીદાર દીપકભાઇ અમૃતભાઇ પટેલે નવાપુર પોલીસ સ્‍ટેશન જી.નંદુરબાર(મહારાષ્‍ટ) ખાતે ગુ.ર.નં.૬૩/૨૦૧૪ મુજબની ફરીયાદ નોધાવેલ છે.જે લુંટ અંગે આરોપીઓ પાલનપુર આવેલની શંકા હોઇ અને ગુનામાં વપરાયેલ મોબાઇલનુ છેલ્‍લુ લોકેશન પાલનપુરનુ આવેલ ત્‍યાર બાદ તેનો ફોન બંધ આવે છે. જેથી આ લુંટ અંગે તપાસ કરાવડાવવા વિનંતી કરેલ જે અરજી તથા એફ.આઇ.આર. આધારે શ્રી અશોક કુમાર પોલીસ અધિક્ષક બનાસકાંઠા,પાલનપુર નાઓએ ગુનાની ખુબ જ ગંભીરતાથી લઇ આ આંગડીયા લુંટના બનાવને તાત્‍કાલીક શોધી કાઢવા શ્રી એ.એચ.ચૌધરી પોલીસ ઇન્‍સ. એલ.સી.બી.,પાલનપુરની ટીમ બનાવી આરોપીઓ પકડી પાડવા આદેશ કરતાં પો.ઇન્‍સ. એલ.સી.બી. તથા સ્‍ટાફના માણસો આ તપાસમાં તા.ર૬/૬/ર૦૧૪ થી હતાં અને ખાનગી રાહે હકિકત મળેલ કે, મૌલીક ઉર્ફે સ્‍વીટુ સોમાભાઇ પટેલ કે જેના પિતાજી બનાસકાંઠા જીલ્‍લામાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરી નિવૃત થયેલ હતાં અને તેમનુ મકાન બેચરપુરા ફાટક કૈલાશ નગર સોસાયટીમાં હોઇ ત્‍યાં હાલે કોઇ રહેતુ ન હોઇ આ સ્‍વીટુ આંગડીયા લુંટનો ગુનો કરી પોતે છુપાવવા માટે આવતો હોવાની ચોક્કસ હકિકત આધારે બાતમીદારો રોકેલ જે આજરોજ બાતમીદાર દ્વારા હકીકત મળેલ કે ઉપરોકત લુંટના ગુનામા સંડોવાયેલ મૌલીક ઉર્ફે સ્‍વીટુ સોમાભાઇ પટેલ તેના સાગરીતો સાથે હાલમા પાલનપુર બેચરપુરા ફાટક બહાર પોતાના ઘરે આવેલ છે. જેથી તેના ઘરે રેઇડ કરી ત્રણ ઇસમોને પકડી પાડેલ અને તેમની પુછપરછ તપાસમાં તેમણે આંગડીયા લુંટનો ગુનો કર્યાની કબુલાત કરેલ જે અંગઝડતીમાંથી લુંટમાં ગયેલ રોકડ રૂ.૪,૫૫,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ અર્ટીકા ગાડી નં.જીજે.-૧આર.બી.-૩૫૧૬ કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ની ગણી આરોપી (૧)મૌલીકભાઇ ઉર્ફે સ્‍વીટુ સ/ઓ સોમાભાઇ ગોપાળદાસ પટેલ રહે બેચરપુરા ફાટક બહાર કૈલાશનગર સોસાયટી ઘર નં.૩,પાલનપુર તા.પાલનપુર મુળ રહે.કામલી તા.ઉંઝા જી.મહેસાણા (૨)હેમંતકુમાર ઉર્ફે પપ્‍પુ સુખદેવભાઇ કેશવલાલ જાતે પંડયા(ગરો) રહે. હીંમતનગર, ભોલેશ્વર પોસ્‍ટ.કાટવડ તા.હીંમતનગર જી.સાબરકાંઠા હાલ આર્મ્‍સ પોલીસ કોન્‍સ. તરીકે શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ માં ફરજ બજાવે છે.(૩)વિજયસિંહ ચતરસિહ જાતે પરમાર(રાજપુત) રહે.સલેમપુરા તા.પાલનપુર જીલ્‍લો બનાસકાંઠા વાળાઓને ગુનાના કામે સી.આર.પી.સી.ક.૪૧(૧)આઇ મુજબ તા.૫/૭/૨૦૧૪ ના ક.૨૦/૩૦ વાગે પાલનપુર મુકામે અટક કરી નવાપુરા(મહારાષ્‍ટ્ર) ખાતે વધુ તપાસ સારૂ સોપવામાં આવેલ છે. આ ગુનામાં મૌલીક ઉર્ફે સ્‍વીટુ તેના મામાની આંગડીયા પેઢીમાં જલગાવ નોકરી કરતો હોઇ તેણે તેના મિત્ર વિજયસીંહ ચતરાજી રાજપુત રહે સલેમપુરા તા.પાલનપુરવાળાને વાત કરતાં તેમણે યોજના ઘડી પોલીસની જેમ વાહન રોકાવી ચેકીંગ કરવાની એકટીંગ કરી ગાડીનો કબજો લઇ લુંટ કરવાનુ આયોજન કરેલ જેમાં આ વિજયસીંહ અમદાવાદ શાહીબાગ હેડ કવાટર્સ, અવાર નવાર જતો હોઇ તેને શાહીબાગ હેડ કવાટર્સ ખાતે પોલીસમાં ફરજ બજાવતાં હેમંતભાઇથી ઓળખાણ થતાં તેઓ ત્રણે જણા તા.૧૧/૬/ર૦૧૪ ના જલગાવ જઇ મૌલીક ઉર્ફે સ્‍વીટુથી સંપર્ક કરી મૌલીકના જણાવ્‍યા મુજબ જલગાવથી ૯૦ કિલોમીટર નવાપુરા ચીકપાડા ફાટક પાસે અર્ટીકા ગાડી સંતાડી રોડ ઉપર ચેકીંગમાં ઉભા રહી આ લુંટનો ગુનો આચરેલ છે. અને આ લુંટ માટે મેસેજ કરવા સારૂ સ્‍પેશ્‍યલ ટેલીફોન તથા સીમકાર્ડનો ઉપયોગ કર્યા બાદ તુરંત નાશ કરી નાખેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 28-07-2014