હું શોધું છું

હોમ  |

પોલીસ મિત્ર
Rating :  Star Star Star Star Star   

પોલીસ મિત્ર

 
 
 

''પ્રજા પોલીસ મિત્ર'' સમિતિ

(બંધારણીય રૂપરેખા)

સભ્યની લાયકાત :-

નીચે મુજબની લાયકાત ધરાવતી વ્યકિત જ ઉપરોકત '' પ્રજા પોલીસ મિત્ર '' સમિતિનો સભ્ય બની શકશે.

  1. ભારતનો નાગરીક હોવો જોઈએ.
  2. પુખ્તવયની ઉંમર ધરાવતો હોવો જોઈએ.
  3. કોઈપણ રાજકીય પક્ષની સાથે સક્રિય રીતે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ ન હોવો જોઈએ.
  4. ગુનાહીત કે અસમાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવો ન જોઈએ.
  5. પત્રકારત્વ સાથે પ્રત્યક્ષ સંકળાયેલ ન હોવો જોઈએ.

ફરજો :-

  1. આ સમીતીના સભ્યની કામગીરી સંપુર્ણપણે (આથિર્ક વળતર વિનાની) માનદ સેવા સ્વરૂપની રહેશે.જેથી સભ્યોને પોતાની કામગીરી દરમ્યાન કોઈપણ પ્રકારના ભાડા ભથ્થા કે અન્ય પ્રકારનો આર્થિક લાભ મળવા પાત્ર બનશે નહી.
  2. અવાર નવાર સમાજમાં બનતી નાની મોટી ધર્ષણની ધટનાઓ જેવી કે ટંટા ફીસાદ નાની મોટી કલહની ધટનાઓ તથા અન્ય સ્વરૂપના ઝધડાઓ પ્રસંગે ઉપરોકત સમિતિના સદસ્યો સહયોગી મઘ્યસ્થી કે સલાહકાર તરીકેની મહત્વની ભુમિકા ભજવીને આવી બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવીને સમાજમાં પરસ્પર સદભાવના અને શાંતી ઉભી કરવામાં અગ્રણી ફાળો આપશે તેમજ પોલીસ તંત્રની નજર બહાર બનતી કે આકાર લેતી નાની મોટી અસામાજીક બદીઓ તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ ઘટનાઓ પ્રત્યે પોલીસ તંત્રનુ તેમજ સમાજના અગ્રણીઓનુ ઘ્યાન દોરી શકે તેવા અસામાજીક/ રાષ્ટ્રદ્રોહી/ ગુનાહીત વૃતિવાળા તત્વોને સખત હાથે ડામવામાં પોલીસને મદદરૂપ બની રહેશે.જેથી સમાજમાંથી એકંદરે ક્રાઈમનું પ્રમાણ ઘટવા પામે.
  3. સમાજમાં કાયદો અને વ્યવસથા ની અસરકારક જાળવણી માટે પોલીસ તંત્ર અનિવાર્ય અને અતિ ઉપયોગી હોવા છતાંય,આમ જનતામાં તેના પ્રત્યે ભય અને અણગમાની લાગણી પ્રવર્તતી હોય છે.આવી પરિસ્થિતીમાં પ્રજાના અગ્રણીય તરીકે આમ જનતાની પોલીસ તરફથી રુચિ મુળભુત રીતે બદલવા પામે તેવી લાગણી પેદા કરવામાં આ સમિતિના સદસ્ય મિત્રો મહત્વનો ફાળો આપી શકે તેમ છે.
  4. આમ એકંદરે આ સમિતિના સદસ્ય મિત્રો સંપુર્ણપણે પોતાની ફરજો પ્રત્યે સંનિષ્ઠ રહીને પ્રજા અને પોલીસ તંત્ર વચ્ચે અને સહયોગી તરીકે પ્રજા હીતમાં કામગીરી બજાવશે.

સ્વરૂપ :-

(૧)    '' પ્રજા-પોલીસ મિત્ર સમિતિ '' ના મુખ્યત્વે બે સ્વરૂપ હોય છે.

(અ)    પ્રત્યેક તાલુકા અને જિલ્લા પોલીસ મુખ્યાલયને ઘ્યાનમાં લઈને અગ્રણી સદસ્ય મિત્રોને. જિલ્લા કક્ષાએ એક સમમીતી રચવામાં આવરશે.જેને એકઝીકયુટીવ કાઉનસીલ અથવા કારોબારી સમીતી નામથી પ્રયોજવામાં આવશે તેમાં અંદાજીત ૩પ સભ્યોનો સમાવેશ કરાશે,પરંતુ જરૂરી બનશે તો વધુ સદસ્યો પણ સમાવી લેવામાં આવશે.

  1. એકઝીકયુટીવ કાઉન્સીલમાં ક્રાઈમ, કોમી અને રાજકીય સંવેદનશીલતા ઘ્યાને લઈ દરેક પોલીસ સ્ટેશનમાંથી બે-બે સભ્યો રહેશે. આ સભ્ય સંખ્યામાં પોલીસ અધિક્ષક યોગ્ય જણાય તેટલો વધારો કરી શકશે.
  2. એકઝીકયુટીવ કાઉન્સીલમાં સદસ્યોનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.જે ૧ લી મે ર006 થી અમલમાં આવશે.
  3. એકઝીકયુટીવ કાઉન્સીલમાં બેઠક જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની અઘ્યક્ષતામાં જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે મહીનામાં એક વખત યોજાશે.તેમજ શકય બનશે તો અવારનવાર તાલુકા મથકમાં પોલીસ મુખ્યાલય ખાતે પણ આ પ્રકારની મીટીંગ યોજવા પ્રયાસ કરશે.
  4. વર્તમાન એકઝીકયુટીવ કાઉન્સીલના સદસ્યોની પસંદગી હાલમાં એડહોક ધોરણે માનનીયફ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઘ્વારા કરવામાં આવી છે.પરંતુ હવેથી નવી એકઝીકયુટીવ કાઉન્સીલ રચના વખતે પ્રત્યેક પોલીસ સ્ટેશન તેમજ વિવિધ કાઉન્સીલ રચના વખતે પ્રત્યેક પોલીસ સ્ટેશન તેમજ વિવિધ તાલુકામાંથી પસંદ કરાયેલા પ્રતિનિધીયોની યોગ્યતાના ધોરણે સમિતિમાં સમાવી લઈને ઉપરોકત કાઉન્સીલની રચના હાથ ધરાશે જે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અઘ્યક્ષ સ્થાને નીચે મુજબના હોદેદારો સદસ્યની નિમણુંક કરવામાં આવશે.

ક્રમ

હોદ્દો

સંખ્યા

(૧)

ઉપપ્રમુખશ્રી

(ર)

જનરલ સેક્રેટરી

(૩)

જોઈન્ટ સેક્રેટરી

(૪)

સંગઠન મંત્રી

 

 

તથા અન્ય સામાન્ય સદસ્યોનો હોદો

  1. એકઝીકયુટીવ કાઉન્સીલની પ્રત્યેક મીટીંગ બેઠકની કાર્યવાહી અંગેની મીનીટ બુકમાં નોંધ રાખવાની સાથો સાથ પ્રત્યેક સદસ્યના નામ સરનામા અંગેની વિગત પુર્વક નોંધ દર્શાવતી પોથી બનાવીને,પ્રત્યેક સદસ્યને તેની નકલ (ઝેરોક્ષ) મળી રહે તેવો પ્રબંધ કરવો જેથી સમીતીનો પ્રત્યેક સદસ્ય પરસ્પર એકબીજાના નિકટ પરિચય સંપર્કમાં રહીને અસરકારક કામગીરી બજાવી શકે.

(ર)    પોલીસ સ્ટેશન કક્ષાની ' પ્રજા-પોલીસ મિત્ર સમિતિ '

(અ)    પ્રત્યેક પોલીસ સ્ટેશનકક્ષાએ પણ ' પ્રજા પોલીસ મિત્ર ' સમીતીની રચના કરાશે.જેમા પોલીસ સ્ટેશનના મુખ્ય નગરો અને ગ્રામીણ વિસ્તારોનું પ્રતિનિધિત્વ જઈળવાઈ રહે તેવા સંનિષ્ઠ અને પ્રજાવિમુખ કામગીરી સાથે સંકળાયેલા સેવાનિષ્ઠ સદસ્યનો સમાવેશ કરીને અંદાજે ૩0-૪0 સદસ્યો (પ્રત્યેક પોલીસ સ્ટેશન કક્ષાએ) પ્રજા પોલીસ મિત્ર સમિતિઓ રચવામાં આવશે.

  1. જેમાં તાલુકા મથક ધરાવતા નગરનું વ્યાપક પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવી રીતે તાલુકાના એક મોટા ગામ દીઠ તેમજ જયાં જયાં પોલીસ આઉટ પોસ્ટ મથક આવેલા હોય ત્યાંના પ્રતિનિધિ સદસ્યોની પસંદગી કરીને વસ્તીની દષ્ટિએ એકંદરે સપ્રમાણતા જળવાઈ રહે તેવી રીતે તાલુકા કક્ષાની સમિતિઓ રચવામાં આવશે.જેમાં શકય હશે તો ૩૩ ટકા બહેનોનું પ્રતિનિધિત્વ જાળવવા પ્રયાસ થશે.
  2. તાલુકા સમિતીઓમાં પ્રતિનિધિત્વ ધરાવતા સદસ્યોનો કાર્યકાળ ર વર્ષનો રહેશે.જે ૧ લી જાન્યુઆરી ર00૪ થી અમલમાં રહેશે.
  3. તાલુકા સમિતિની બેઠક દર મહીનામાં એક વખત મળશે જે માટે દર મહીનાનો પ્રથમ રવિવાર અથવા જો તે અનુકુળ ન રહેતા બીજા રવીવારે બેઠક કરવી.જેના અઘ્યક્ષ તરીકે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રી રહેશે અને તાલુકાના મુખ્ય પોલીસ ખાતે તેવી સમીતી મળશે.
  4. એકઝીકયુટીવ કાઉન્સીલની માફક પ્રત્યેક પોલીસ સ્ટેશનમા સમિતિમાં પણ મુખ્ય પોલીસ અધિકારીશ્રીની અઘ્યક્ષ સ્થાને નીચે મુજબના હોદેદારો સદસ્યોની નિમણુક કરવામાં આવશે.

 

 

ક્રમ

હોદ્દો

સંખ્યા

(૧)

ઉપપ્રમુખશ્રી

(ર)

જનરલ સેક્રેટરી

(૩)

જોઈન્ટ સેક્રેટરી

 

(૪)

સંગઠન મંત્રી

 

 

તથા અન્ય સદસ્ય મિત્રો સામાન્ય સદસ્યોનો હોદ્દો ધરાવશે.જે તે પોલીસ સ્ટેશનમાંથી એકઝીકયુયીવ કાઉનસીલ માં પ્રતિનિધિત્વ સંભાળતા સદસ્ય મિત્રો પણ પોલીસ સ્ટેશનની સમીતીની બેઠકમાં પ્રત્યક્ષ હાજર રહીને સીનીયર સભ્ય તરીકેનું સ્થાન ભોગવશે તથા તાલુકા બેઠકમાં થયેલી કાર્યવાહી કે ચર્ચાયેલ વિગતો આગામી એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠકમાં જે તે પોલીસ સ્ટેશનના પ્રતિનિધિ સદસ્ય તરીકે અસરકારક રીતે રજુ કરશે.

  1. પોલીસ સ્ટેશન સમીતીની પ્રત્યેક બેઠકની કાર્યવાહીની મીનીટ બુકમાં નોંધ રાખવાની સાથો સાથ પ્રત્યેક સદસ્યના નામ સરનામા અંગેની વિગત પુર્ણ નોંધ દર્શાવતી યાદી બનાવીને,પ્રત્યેક સદસ્યને તેની નકલ (ઝેરોક્ષ મળી રહે તેવો પ્રંબંધ કરવો જેથી સમીતીનો પ્રત્યેક સદસ્ય પરસ્પર એકબીજાના નિકલ સંપર્કમાં રહીને અસરકારક કામગીરી બજાવી શકે.

ખાસ નોધ :-

(૧)    એકઝીકયુટીવ કાઉન્સીલ તેમજ પ્રત્યેક પોલીસ સ્ટેશનકક્ષાની સમીતીમાં પસંદગી પામેલા સદસ્ય મિત્રને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરફથી એપ્રુવલ પામેલું પ્રમાણપત્ર (આઈડેન્ટી કાર્ડ) આપવામાં આવશે. જેનો કાર્યકાળ ર વર્ષ સુધીનો ગણાશે ૧ લી જાન્યુઆરી ર00૪ થી અમલમાં આવશે.જે તે સમય બાદ ફરીથી નવા કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે.

(૨)    જેમને ઉપરોકત ઓળખપત્ર ઈસ્યુ કરાયો હશે તે વ્યકિત કાયદેસર રીતે '' પ્રજા-પોલીસ મિત્ર '' સમીતીનો સદસ્ય ગણાશે.પ્રત્યેક સદસ્ય મિત્રે પોતાની ઓળખ માટે ઓળખપત્ર સાથે રાખવું અનિવાર્ય છે.

(૩)    'પ્રજા-પોલીસ મિત્ર- સમીતીના ઓળખપત્ર ધરાવતા કાર્ડધારકને

  1. ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૪
  2. પોલીસ એકટ ૧૯પ૩ તેમજ
  3. બોમ્બે પોલીસ એકટ ૧૯પ૭ અન્વયે પોલીસ અધિકારી/કર્મચારીને પ્રાપ્ત વેતન કે કોઈપણ પોલીસ અધિકાર પ્રાપ્ત થઈ શકતા નથી.
  4. જિલ્લાના પ્રત્યેક પોલીસ અધિકારીશ્રી તેમજ કર્મચારીએ ઉપરોકત ''પ્રજા-પોલીસ મિત્ર'' સમિતિના સદસ્યશ્રી સાથે સહકારમય તેમજ સૌજન્યપુર્ણ વ્યવહાર કરવો.એ તેમની પ્રાથમિક ફરજ ગણાશે.

ગેર લાયકાત :-

(૧)    'પ્રજા-પોલીસ મિત્ર' સમીતી સાથે સંકળાયેલ કોઈપણ સદસ્ય ''સભ્યની લાયકાત'' અંગેની કોઈપણ શરતનો ભંગ કરશે તો આપોઆપ ઉપરોકત સમીતીના સદસ્ય તરીકે ગેરલાયક ઠરશે.અને આવા સંજોગોમાં તે ને પોતાનું ઓળખપત્ર પરત પોલીસ તંત્રમાં જમા કરાવી દેવું પડશે.

(૨)    સળંગ-૩ મિટીંગમાં ગેરહાજર રહેનાર સભ્ય ગેરલાયક ઠરવા પામશે.
 

શું આપ પોલીસ મિત્ર બનવા માંગો છો? અરજીપત્રક માટે અહીં ક્લીક કરો.

 

Page 1 [2]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 04-07-2018