|
તકેદારી સમિતિ
સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર નં.ગતપ/3રર૦૦૦/૩૩૬૬/હ તા.ર૭/૧ર/૦૧ થી ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના દરેક વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓમાં અનુક્રમે મુખ્ય તકેદારી અધિકારી ની નિમણુંક કરવામાં આવે છે.
આ અધિકારીએ જિલ્લામાં તકેદારીના કેસો અને લાંચરુશવતના કેસો ઉપર દેખરેખ રાખવા અને દરેક કચેરી ખાતે લાંચરુશવત સંબંધે સંવેદનશીલ વિભાગો નક્કી કરી તેના ઉપર સ્થાનિક અધિકારી દ્ધારા વિશેષ તકેદારીની વ્યવસ્થા થાય તેની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર ના અઘ્યક્ષપદે જિલ્લા તકેદારી સમિતિની રચના કરવામાં આવેલ છે.ગૃહ વિભાગના તા.૭/૮/૭૪ ના ઠરાવથી તકેદારી અધિકારીઓની જવાબદારી અને ફરજો નક્કી કરેલ છે જે નીચે મુજબ છે.
- દરેક તબક્કે તકેદારી કેસોના નિકાલની પ્રક્રિયા ઝડપી બને તે જોવાનું રહેશે.
- ચાર્જશીટ, આરોપનામું, સાક્ષીઓની યાદી તથા દસ્તાવેજો ઇત્યાદિ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે તથા તપાસ કરનાર અધિકારીશ્રીને મોકલવાના થતા દસ્તાવેજો તારવીને તે અધિકારીને તાત્કાલિક મોકલાય તે જોવાનું રહેશે.
- તપાસ અધિકારીની નિમણુંક કરવામાં કોઈ પણ જાતનો વિલંબ ન થાય રજૂઆત અધિકારી અને સહાયક અધિકારીની નિમણુંકોમાં વિલંબ ન થાય તેમ જ આરોપી અધિકારી, રજૂઆત અધિકારી કે સહાયક અધિકારી દ્વારા કેસમાં બિન જરૂરી વિલંબ થાય તેવી કાર્યરીતિ અપનાવવામાં ન આવે તે જોવાનું રહેશે.
- તપાસ કરનાર અધિકારી તરફથી શિસ્ત અધિકારીને રજૂ કરવામાં આવતા તપાસ અહેવાલો, શિસ્ત અધિકારી સમક્ષ આખરી હુકમો અર્થે યોગ્ય રીતે અને ઝડપથી રજૂ થાય તે જોવાનું રહેશે.
- સરકાર દ્વારા અને તકેદારી આયોગ દ્વારા લાંચરુશવત વિરોધી બ્યૂરોને જે કેસમાં તપાસ સોંપાયેલ હોય કે પછી બ્યૂરોએ પોતાને મળેલ બાતમીના આધારે તપાસ શરૂ કરી હોય તેવા તમામ તપાસના કેસોમાં બ્યુરોને યોગ્ય મદદ મળી રહે તે મુખ્ય તકેદારી અધિકારીએ જોવાનું રહેશે.
- આક્ષેપિંત અધિકારીઓ દ્વારા નામદાર કોર્ટમાં દાખલ થયેલ રિટ પિટિશનો સંબંધમાં યોગ્ય અને પૂરતાં પગલાં લેવાય તે જોવાનું રહેશે.
- તપાસના જે કેસમાં ગુજરાત તકેદારી આયોગનો જે તબક્કે પરામર્શ કરવાની આવશ્યકતા હોય ત્યાં તેવા બધાજ તબક્કે આયોગનો પરામર્શ કરવામાં આવે અને શક્ય હોય ત્યાં સુધી આયોગની સલાહ મેળવવા રાજ્ય સરકારે નક્કી કરેલા જુદા જુદા તબકકાઓના સંદર્ભમાં નક્કી કરેલ સમય મર્યાદા મુજબની કાર્યવાહી હાથ ધરાય તે જોવાનું રહેશે.
- તકેદારી આયોગને માહિતી પત્રકો સત્વરે રજૂ થાય તે જોવાનું રહેશે.
- વિભાગ હેઠળ દર વર્ષે જે કાંઈ પ્લાન એસ્ટિમેન્ટ તૈયાર થતા હોય , યોજનાઓ /સ્કીમો માટે જે જોગવાઈ થતી હોય, તે જોગવાઈ અન્વયે ખાતાના વડા/ બોર્ડ કોપોર્રેશનમાં ફાળવવામાં આવતાં નાણાંનો ઉપયોગ જે હેતુ માટે કરવાનો થતો હોય તે થાય છે કે કેમ ? તે જોવાનું અને જો તેમાં અનિયમિતતા / ખામી માલૂમ પડે તો તે અંગે સતત તકેદારી સેલનું ઘ્યાન દોરી તેના પરામર્શમાં આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તે જોવાનું રહેશે.
- વિભાગ / બોર્ડ / કોર્પોરેશન / ખાતાના વડાની કચેરીઓમાં કોઈ મોટી રકમની ખરીદી કરવાની થતી હોય અને તે અંગેનાં ટેન્ડરો બહાર પાડવાના હોય તો તેની સમગ્ર પ્રક્રિયા નિયમાનુસાર થાય છે કે કેમ તે જોવાનું તથા જો કોઈ ખામી કે અનિયમિતતા જણાય તો સતત તકેદારી સેલના પરામર્શમાં તે અટકાવવા માટેની કાર્યવાહી હાથ ધરાય તે જોવાનું રહેશે.
- વિભાગ/બોર્ડ / કોર્પોરેશન હેઠળની કામગીરીનાં સંવેદનાત્મક ક્ષેત્રોની ઓચિંતી મુલાકાત લઈ તે સંબંધમાં તેમના ખાતાના વડાને રિપોર્ટ કરવાનો અને તેની જાણ તકેદારી સેલને લેખિતમાં કરવાની રહેશે.
- સરકારી કર્મચારીઓ / અધિકારીઓનાં વાર્ષિક મિલકત પત્રકોની ચકાસણી અંગેની કાર્યવાહી પૂર્ણ કરવા અને શંકાસ્પદ જણાય તેવા કેસો અંગેનો રિપોર્ટ સંબંધિત ખાતાના વડાને અને સતત તકેદારી સેલને કરવાનો રહેશે.
- મોટી ખરીદી / કોન્ટ્રકટર અંગેની ફાઈલોનું રેન્ડમ ચેકિંગ કરવું પ્રોસિઝર અને તેમાં કરવામાં આવેલ પ્રોસિઝર નીતિનિયમો સાથે સુસંગત છે કે કેમ ? મંજૂરી અંગેના હુકમો સેકસન અધિકારીની મંજૂરી લઈને કરવામાં આવેલા છે કે કેમ ? અને તે પણ તે માટેના પૂરતાં અને વાજબી કારણો સહિતની નોંધ કરવામાં આવેલ છે કે કેમ ?તે જોવાનું રહેશે.
- અધિકારીઓની સેવાવિષયક કામગીરીનો રેકર્ડ જોઈ તેનો કાયમી રીતે અનિયમિતતા કરવા ટેવાયેલ હોય તેમ લાગે અથવા તો તેમની પ્રમાણિકતા વિરુદ્ધની કોઈ બાબત ઘ્યાન ઉપર આવે તો તેવા અધિકારીની વિગતો અલગ તારવવી અને વિભાગ / ખાતા / બોર્ડ કોર્પોરેશનના વડાની મંજૂરી લઈને તેવા અધિકારીની યાદી (agreed List)તૈયાર કરી તેની સતત તકેદારી સેલને જાણ કરવાની રહેશે .
જિલ્લા કક્ષાએ આ સમિતિના અઘ્યક્ષ કલેક્ટરશ્રી છે. સમિતિના સભ્ય સચિવ પોલીસ ઈન્સ્પેક્ટર લાંચરુશવત બ્યૂરો છે. અને નીચે મુજબના સભ્યોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે.
(૧)
|
જિલ્લા પોલીસ અધિકારીશ્રી
|
સભ્ય
|
(ર)
|
સિવિલ સર્જનશ્રી
|
સભ્ય
|
(૩)
|
કાર્યપાલક ઈજનેરશ્રી
|
સભ્ય
|
(૪)
|
નિવાસી નાયબ કલેક્ટરશ્રી
|
સભ્ય
|
આ સમિતિની બેઠક દર માસે કલેક્ટર કચેરીએ યોજાય છે.અને તે અંગેની કરેલ કાર્યવાહીની નોંધ બહાર પાડવામાં આવે છે.
- આ સમિતિ પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, ફરજ મોકૂફી તથા પ્રોસિક્યુશન કરવામાં ઝડપ આવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સમિતિનો રિવ્યૂ વિજિલન્સ કમિશનરશ્રી જાતે જિલ્લાની મુલાકાત દરમ્યાન અથવા વખતો વખત વીડિયો કોન્ફરન્સ મારફતે લે છે.
- આ સમિતિ કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રભારી મંત્રીશ્રી, પ્રભારી સચિવશ્રી તથા ગ્રામ્ય સભા, લોક દરબાર દરમ્યાન મળેલી ફરિયાદ, દૈનિક પત્રોમાં આવતી ગેરરીતિ તથા એ.જી. અને લોકલ ફંડ ઓડિટમાં આવતી ગેરરીતિ વગેરે તમામ ગેરરીતિની તપાસ આ સમિતિ કરાવી શકે છે.
- દરેક ખાતામાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સિટીઝન ચાર્ટર / નાગરિક અધિકાર પત્રમાં જોગવાઈ કરવાની સૂચના છે અને આ સમિતિ તેમાં મદદરૂપ થાય છે.
|
|