હું શોધું છું

હોમ  |

રોડ સેફટી પ્રોજેકટ
Rating :  Star Star Star Star Star   

આર.એસ.પી. (રોડ સેફ્ટી પ્રોજેક્ટ)

         ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં તા.૦૨/૦૧/૨૦૦૬થી તા. ૦૮/૦૧/૨૦૦૬ સુધી માર્ગ સલામતી સપ્તાહ ઊજવવાનું નક્કી કરેલું તે મુજબ બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં માર્ગ સલામતી સપ્તાહ ઊજવવામાં આવેલું જેમાં નીચે દર્શાવ્યા પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું.

  • સમગ્ર જિલ્લામાં ''રોડ સુરક્ષા, જીવન સુરક્ષા'' બાબતે બુકલેટ બનાવી જાહેર જનતામાં વિતરણ કરવામાં આવેલું.
  • નાનાં-મોટાં વાહનો ઉપર ટ્રાફિક અંગેના રેડિયમ પટ્ટીવાળાં સૂત્રોના સ્ટિકરો બનાવડાવી ચોંટાડવામાં આવેલાં.
  • રેડિયમ પટ્ટીમાં ચેતવણી બોર્ડ બનાવી અકસ્માત ઝોનમાં લગાડવામાં આવેલાં.
  • ટ્રેક્ટરની ટોલી તથા ઊંટગાડીઓના પાછળના ભાગે રિફ્લેક્ટરો લગાડવામાં આવેલા.
  • એસ.ટી. ટેપોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરી ડ્રાઇવરોની આંખોની ચકાસણી કરવામાં આવેલી તેમ જ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી.
  • અકસ્માત નિવારવા સારુ ૨૦ મુદ્દાઓવાળા પેમ્ફ્લેટ છપાવી જાહેર જનતામાં વિતરણ કરવામાં આવેલું.
  • ઓવર સ્પીડથી વાહન હંકારવું નહી
  • રહેઠાણ વિસ્તાર, સ્કૂલો, ચાર રસ્તા ,પાસે વાહન મર્યાદિત ગતિમાં હંકારવું
  • કોઇ પણ જાતના માનસિક તનાવ સાથે ડ્રાઇવિંગ કરવું નહીં.
  • યાંત્રિક ખામી ચાલકના ઘ્યાન ઉપર આવે તો તેની સાથે સમાધાન કરવું નહી અને વાહન ચકાસણી કરાવીને ચલાવવું.
  • વાહનચાલકે કેફી પીણાનું કે નશાયુક્ત હાલતમાં ડ્રાઇવિંગ કરવું નહીં.
  • ચાલુ વાહને વાહનચાલકે મોબાઇલ ફોનનો ઊપયોગ કરવો નહી તેમ જ અન્ય સાથે વાતચીત કરવી નહી.
  • પુલ ( બ્રિજ ) ઉપર વાહનચાલકે ઓવરટેક કરવું નહી.
  • હિલ વિસ્તારમાં આવતા રોડ ઉપર વાહનચાલકે ઓવર ટેક કરવું નહી.
  • વળાંકવાળા રસ્તા ઉપર વાહનચાલકે ઓવર ટેક કરવું નહીં તેમ જ વળાંકમાં વાહનની ગતિ મર્યાદિત કરવી.
  • ટ્રાફિકનાં સિગ્નલોનું ચુસ્તપણે વાહનચાલકે પાલન કરવું.
  • ઓવર લોડ ભરી વાહન હંકારવું નહી.
  • પોતાના જજમેન્ટથી વાહન ચલાવવું. સહદારી કે સામાવાળાના વલણ ઉપર ઘ્યાન ન રાખવું
  • અકસ્માતથી થતી શારીરિક, સામાજિક અને આથિર્ક હાનિનું ભાન રાખીને વાહન ચલાવવું
  • રાત્રિ દરમિયાન વાહનચાલકે અચૂક ડીપર લાઇટનો ઉપયોગ કરવો.
  • વાહન ચાલકે રોડ ક્રોસ કરતી વખતે લાઇડ સિગ્નલ બતાવ્યા સિવાય રોડ ક્રોસ કરવો નહી.
  • પરિશ્રમથી થાકેલા તેમ જ ઉજાગરો કર્યો તેવી સ્થિતિમાં વાહનચાલકે વાહન હંકારવું નહી.
  • વાહનચાલકોએ સીટ બેલ્ટ / હેલ્મેટનો ઉપયોગ કરવો.
  • હિલ ઊતરતાં વાહનોના ડ્રાઇવરોએ ભારે ગિયરમાં વાહન ઉતારવું
  • હેવી વાહનચાલકોએ રિવર્સ લેતી વખતે કંડક્ટરનો ઇશારો કે સંજ્ઞા આપે ત્યાર પછી જ વાહન રિવર્સમાં લેવું.
  • જીપચાલકોએ આગળની શીટમાં પોતાને અડચણરૂપ પેસેન્જરો બેસાડવા નહીં તેમ જ જીપની પાછળનાં પગથિયાં ઉપર પેસેન્જરો લટકાવવા નહી તેમ જ જીપના કેરિયર ઉપર પેસેન્જરો બેસાડી જીપ વાહન હંકારવું નહી.

  • ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે જરૂરી ૧૦ મુદ્દાઓ છપાવી જિલ્લાની સ્કૂલોમાં વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જ સ્કૂલોમાં જઇ બાળકોને ટ્રાફિક અંગેની સમજ આપવામાં આવી હતી.

બાળકોએ ઘ્યાનમાં રાખવાના મુદ્દા.

  • ચાર રસ્તાએ રોડ ક્રોસ કરતી વખતે આજુબાજુ ચારે તરફ નજર નાખીને પછી જ રોડ ક્રોસ કરવો જોઇએ.

  • ઓછી ઉંમરે વાહન હંકારવું નહી.
  • દોડીને બસમાં બેસવું નહી તેમ જ બસમાં બેસવા સારુ ઉતાવળ કરવી નહીં.

  • રોડની ડાબી બાજુએ ફૂટપાથ ઉપર ચાલવું જોઇએ.

  • જાહેર તહેવારોમાં ઉત્સાહમાં આવી રોડ વચ્ચે દોડવું નહીં. દા.ત. ઉત્તરાયણ તહેવારમાં પતંગ ચગાવવા તેમ જ લૂંટવા.

  • સ્કૂલમાં જતી રિક્ષાઓમાં મર્યાદિત સંખ્યામાં બેસવું.

  • સ્કૂલમાં જતી વખતે તેમ જ સ્કૂલમાંથી છૂટ્યા પછી સાઇકલ સવાર તેમ જ દ્ધિચક્રી વાહનસવારોએ રોડ વચ્ચે વાહન હંકારવા નહી.

  • વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ એકીસાથે ટોળાશાહીમાં વાહનો રોડ ઉપર વાતો કરતાં હંકારવાં નહી.

  • સાઇકલો તેમ જ દ્ધિચક્રી વાહનચાલક વિદ્યાર્થીઓએ ગતિમર્યાદામાં વાહનો હંકારવા.

  • વિદ્યાર્થીઓએ ગિયરવાળા વાહનો ચલાવવા નહીં.

  • પુખ્ત વયના બાળકોએ લાસન્સ વગર ગિયરવાળા દ્ધિચક્રી વાહનો હંકારવા જોઇએ નહી.

          ડીસા મુકામે પોલીસ કર્મચારીઓ દ્વારા હેલ્મેટ પહેરી મોટરસાકલ ઉપર સવારી કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ જ ટ્રાફિકના નિયમ અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

         વાહન એસોશિયનના પ્રમુખને મળી વાહનમાં ઓવર લોડિંગ સામાન ન ભરવામાં આવે અને ટ્રાન્સપોર્ટના વાહનો ગતિમર્યાદામાં ચલાવવામાં આવે તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

          જિલ્લા કક્ષાની પી.ટી.સી. કોલેજના વિદ્યાર્થીઓને બોલાવી ટ્રાફિક સપ્તાહની પૂર્ણાહુતિ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે ટ્રાફિક રોડ સલામતીના વિષય ઉપર મલ્ટીમિડિયા પ્રોજેકટર ઉપર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ક્વિઝમાં પ્રથમ, દ્ધિતીય, તૃતીય આવનાર પ્રતિસ્પર્ધિઓને ઇનામ વિતરણ તેમ જ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતા.

          તા.૦૨/૦૧/૨૦૦૬થી તા. ૦૮/૦૧/૨૦૦૬ સુધી માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન થયેલ બનાસકાંઠા જિલ્લામાં નીચે દર્શાવ્યા પ્રમાણેના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું

ટ્રાફિક વોર્ડન સિસ્ટમ :-
           
શહેરના અગત્યના માર્ગો જેવા કે ક્રોસ રોડ, ત્રણ રસ્તા , ચાર રસ્તા, બ્રિગેરે જગ્યા, જ્યાં વાહનોની ખૂ જ અવરજવર થતી હોય અને ટ્રાફિક અંગેની સમસ્યા ભી થતી હોય તેવી જગ્યાએ ટ્રાફિક પોઇન્ટ મૂકી ટ્રાફિક પોલીસ કર્મચારી તથા હોમગાર્ડની મદદ મેળવી શહેરના ટ્રાફિકનું નિયમન કરવામાં આવે છે.

            જાહેર માર્ગ ઉપર પબ્લિકને રોડ ક્રોસ કરવા ઝેબ્રા ક્રોસિંમૂકવામાં આવે છે તેમ જ રોડ ક્રોસ કરવા બાબતની સૂચના દર્શાવતા બેનરો મૂકવામાં આવે છે.

અ.નં.

વિગત

તારીખ

૨/૧/૦૬

તારીખ

૩/૧/૦૬

તારીખ

૪/૧/૦૬

તારીખ

પ/૧/૦૬

તારીખ

૬/૧/૦૬

તારીખ

૭/૧/૦૬

તારીખ

૮/૧/૦૬

કુલ સરવાળો

બેનર ૯૦ - - - ૯પ
બુકલેટ વિતરણ ૪પ૦ ૨૦૦ ૧૦૦ પ૦ પ૦ પ૦ ૧૦૦ ૧૦૦૦
વાહનચાલકોની આંખોની ચકાસણી ૨પ૩ ૩૯૦ ૧પ - ૨૩પ - ૮૯૮
રિફ્લેક્ટર પ૪૧ ૨૨૨ ૧૧૦ ૮૧૧ ૨૩૯ ૨૬૬ ૨૧૦ ૨૩૯૯
રેડિયમ પટ્ટી - પ૦ ૩૭૯ પ૦ ૬૦ ૭૦ ૬૪ ૬૭૩
સ્ટિકર (સ્લોગન) ૪ર૬ ર૩૯ ૭૯ ૪૮૮ ૨૬૧ ૩૬પ ૧૨પ ૧૯૮૩
પીળા પટ્ટા ૧૭૯ ૩૨૧ ૩૧૧ ૨૯૧ ૧૬૬૭ પ૨૭ ૩૨૬ ૩૬૨૨
કાળા ટપકાં ૧૮૯ ૩૨પ ૩૨૮ ૩૨૦ ૯૬૮ પ૨૨ ૩૧૪ ૨૯૬૬
સ્કૂલોમાં લેક્ચ ૧૦ ૪૧ ૧૧ ૧૧ ૮૪
૧૦ એસટી ડ્રાવરોના ફિટનેની ચકાસણી પ૦ - - - ૮પ - ૧૩૯
૧૧ બાળકોની રેલી - - - - -
૧ર કેટલા ઓવર લોડના કેસ કર્યા ૧૦ - - - ૧૨ -
૧૩ વાહનોના વીમાના કાગળોના ચેકિંગના કેસ ૧૭ ૪૬ ૩૭ ૪૩ ૨૦ ૮પ ૨પ૧
૧૪ MV Act NC ૮૩ ૮પ ૧૨૬ ૧૮૦ ૧૦૭ ૧૪૬ ૧૨૯ ૮પ૬
૧પ MV Act ૨૦૭ ૨૩ ૧૭ ૧૮ ૧૦ ૧૩ ૯૨
૧૬ MV Act ૧૮પ - - - - - -
૧૭ I.P.C. ર૭૯ કેસ - - -
૧૮ I.P.C. ૧૮૮ કેસ - - - - -
૧૯ I.P.C. ૨૮૩ કેસ - - - - - -
ર૦ હેલ્મેટ કેસ ૧૪ ૯પ ૨૪ ૨૭ ૧૨ ૧૮૩
ર૧ સીટ બેલ્ટ કેસ ૨૭
રર સ્થળ ઉપર દંડ રૂ. ૧૨૦૦ ૨૦૯૭પ ૩૩પ૦ ૧૭૨૮૪ ૩૪૦૦ ૧૯૮૩૪ ૩૧પ૦ ૬૯૧૯૩
ર૩ ચેતવણી બોર્ડ લગાડ્યાં - - ૬૮ - - - - ૬૮
ર૪ પેમ્ફલેટની વહેંચણી ૨પ૦૦ ૬૦૦ ૭૦૦ ૪૦૦ ૩પ૦ ૩૬૦ ૧પ૦ પ૦૬૦

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 13-06-2006