હું શોધું છું

હોમ  |

વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો
Rating :  Star Star Star Star Star   

 

વિવિધ પ્રવૃતિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગ. નક્કી કરેલ ધોરણોની વિગતો આપો.

ફલોર મીલ -- પોલીસ હેડ કર્વા.પાલનપુર ખાતે એક ફલોર મીલ ચલાવવામાં આવે છે જેનો લાભ પોલીસ લાઈનમાં રહેતા પરીવારો લે છે જે ફલોર મીલની માસિક આવક વેલફેર ફંડમાં જમા કરવામાં આવે છે.

 

બાલ મંદિર -- પોલીસ હેડ કર્વા.,પાલનપુર ખાતે એક બાલ મંદિર ચલાવવામાં આવે છે જેમાં દર માસે સંચાલક કાર્યકરને રૂ.૪૦૦૦/- અને તેડાગરને રૂ.૨૫૦૦/- માસિક માનદ વેતન પેટે પોલીસ વેલફેર ફંડમાંથી વેતન ચુકવવામાં આવે છે.

 

કન્ઝૂયમર સ્ટોર -- પોલીસ હેડ કર્વા.પાલનપુર ખાતે પોલીસ પરિવાર જનોને વ્યાજબી ભાવે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ સહેલાઈથી મળી રહે તે હેતુસર કન્ઝુયમર સ્ટોર ચલાવવામાં આવે છે.

 

કોમ્યુનીટી હોલ - પોલીસ હેડ કર્વા. પાલનપુર ખાતે કોમ્યુનીટી હોલ બનાવવામાં આવેલ છે જેનો લાભ પોલીસ પરિવાર લગ્ન પ્રસંગે તેમજ અન્ય સામાજીક પ્રસંગે લે છે.

 

લાઈબ્રેરી – પોલીસ હેડ કર્વા.પાલનપુર ખાતે પોલીસ કર્મચારી તથા તેમના બાળકો માટે વાચન સારુ જુદાજુદા દૈનિક પેપરો તેમજ સામાયિકોનો પરીવારજનો લાભ લે છે.

 

લગ્ન સહાય લોન - પોલીસ કર્મચારીઓના પોતાના લગ્ન તથા તેઓની બે બાળકના લગ્ન માટે રૂ.૧,૫૦,૦૦૦/- લોન આપવામાં આવે છે.

મેડીકલ લોન- પોલીસ કર્મચારી તથા તેઓના પરિવારજનોની બિમારી સબબ સરકારી હોસ્પીટલમા સારવાર કરાવવામા આવેતો જરૂરીયાત મુજબની મેડીકલ લોન આપવામા આવે છે.

 

શિષ્યવૃત્તિ લોન -- પોલીસ કર્મચારીના બાળકોને ધોરણ-૫ થી ૧૨ તથા કોલેજના ઉચ્ચ અભ્યાસ અંગે નિયમ મુજબ શિષ્યવૃત્તિ મંજુર કરવામા આવે છે.

 

મરણોતર સહાય-  પોલીસ કર્મચારી/અધીકારી તથા સિવીલયન કર્મચારીનુ ચાલુ ફરજ દરમ્યાન અવસાન થાયતો નિયમ મુજબ પોલીસ વેલફેર ફંડમાંથી રૂ.૫૦,૦૦૦/- મરણોતર સહાય ચુકવવામા આવે છે.

 

ચશ્મા સહાય – પોલીસ કર્મચારી /અધિકારીઓ તથા સિવીલયન સ્ટાફને ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન મુજબ રૂર પાંચ વર્ષે એકવાર ૫૦૦૦/- ચશ્મા સહાય આપવામાં આવે છે.

 

દાંતના ચોકઠા સહાય - પોલીસ કર્મચારી/અધિકારીઓ તથા સિવીલયન સ્ટાફને ડોકટરશ્રીના અભીપ્રાય તથા બીલ મુજબ રૂ.૧૦,૦૦૦/-દાંતના ચોકઠા સહાય મંજુર કરવામા આવે છે.

 

પોલીસ કેન્ટીન – વર્ષ-૨૦૧૨-૨૦૧૩ થી  પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ કેન્ટીન ચાલુ કરવામાં આવેલ છે. જેમાં સી.આર.એફ.કેન્ટીન, ગાંધીનગર ખાતેથી ઘર વપરાશનો સરસામાન અને કરિયાણું ખરીદ કરી એક ટકા જેટલો નફો ચઢાવીને પોલીસ પરિવારોને વ્યાજબી દરથી વેચવામાં આવે છે.

 

બાળ ક્રીડાંગણ - પોલીસ પરિવારના બાળકોના રમત ગમત માટે પોલીસ હેડ કવાટર્સ ખાતે બાળ ક્રીડાંગણ બનાવવામાં આવેલ છે. જેમાં પોલીસ પરિવારના બાળકો રમતા હોય છે.

બંધુત્વ સહાય – પોલીસ ખાતામાં ફરજ બજાવતાં અધિ./કર્મચારીના ફરજ દરમ્યાન આકસ્મીક અવસાન થવાના કિસ્સામાં પોલીસ વેલ્ફેરમાંથી રૂ.૨,૦૦,૦૦૦/- (બે  લાખની) બંધુત્વ સહાય મર્હુમ કર્મચારીના વારસદારને ચુકવવામાં આવે છે.

 

વેલ્ફેર સંચાલીત દુકાનો – પોલીસ પરિવારના સભ્યોને પોલીસ હેડ ક્વાર્ટરની બહાર જવુ ન પડે તે સારૂ પોલીસ હેડ ક્વાર્ટર પાલનપુર ખાતે જ જરૂરીયાત મુજબની તમામ વસ્તુઓ/સેવાઓ મળી રહે તે સારૂ વેલ્ફેર સંચાલીત નીચે મુજબની દુકાનો ભાળેથી ચલાવવામાં આવે છે.

(૧) અનાજ દળવાની ઘંટી (૨) શાકભાજીની દુકાન (૩) ધોબીની દુકાન (૪) ઇલેક્ટ્રીક / પ્લમ્બરની દુકાન

(૫) દરજી કામની દુકાન (૬) નાઇની દુકાન (૭) સ્ટેશનરી / ઝેરોક્ષની દુકાન.  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ